#પરણ્યા_તે_પતિ_ગયા
રોજ કરે હેરાન એવી નારી શોધું છું,
વાતે વાતે આપે હાથ તાળી શોધું છું.
કરી મહેનત ઘરે આવું થાકી મેં પાછો,
ત્યાં ઉંબરે ઉભી મારી અશાંતિ શોધું છું.
આપે પકવાન ભલે ખાવા કાચા લોટ,
તોય હરખની ઘેલી ભથવારી શોધું છું.
હોય ભલેને ત્રાસ કે વાત હો'બકવાસ,
મારા આંગણ ગુંજતી ચિલકારી શોધું છું.
કહેવાય છે જે પરણ્યા તે પતી ગયા,
પત્યા પહેલા પાણી ભરનારી શોધું છું.
લગ્ન જીવન એક હાસ્ય કિલોલ છે,
મારી સાથે હૈયા ભેર રમનારી શોધું છું.
સુખ દુઃખ નો સંગાથી સંસારી કેવાય,
રહે હંમેશા રાજી એ રંગરાણી શોધું છું.
કરું બીજા તો શું એના વખાણ"પ્રતિક"
જેના થી ઘર ઉજળું એ ઘરવાળી શોધું છું.
Dp,"પ્રતીક"