બસ એટલું જ કહેવાનું છે
જિંદગીનો દરેક જસ્ન
દિલ થી માણો
નસીબ થી મળી છે આ જિંદગી
તો એને જીવી જાણો
લાંબા આ સફરમાં
જિંદગીના ઘણા રૂપ જોયા છે
તમે એકલા શાને રહો છો?
સાથી તો આમેય ખોયા છે
આપ કહો છો એને શું દુઃખ છે?
એ તો સદા હસે છે
કેમ છો???
અરે ! આપ શું જાણો
આ સ્મિતમાં કેટલું દુઃખ વસે છે.
મંજિલ સુધી ના પહોંચ્યા
તમે એ વાત થી દુઃખી છો
પણ,ચાલવા મળ્યો રસ્તો તમને એટલા તો તમે સુખી છો !