એણે કહ્યું કે હું ખુબ ખુશ છું તારા થકી,
શું આ ખુશી સાચેજ મળી હશે મારા થકી..!!
આ સવાર, સાંજ મારી ખુશાલ બની તારા થકી,
શું આ ખુશાલ જિંદગી સાચેજ છે મારા થકી..!!
સંબંધનો અંત આણવા મજબુર થઈ તારા થકી,
શું સાચેજ આટલી મજબુર થઈ એ મારા થકી..!!
મારા જીવનનો આ વિરહ મળ્યો મને તારા થકી,
શું આ વિરહ પણ માત્ર મળ્યો મારા જ થકી..!!
આ વિચારોના વંટોળ માં હું આજે ખોવાયો અહીં,
મારી જીવંતતા ભુલી હું અંધારામાં ખોવાયો અહીં..!!
#sweetbeatfrdzzzzz