Gujarati Quote in Microfiction by Nirav Patel SHYAM

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#માઇક્રોફિક્શન
લે. નીરવ પટેલ "શ્યામ"


"અરે.. કીર્તિ મારો સફેદ ઝભ્ભો ક્યાં રાખી દીધો છે ? કોઈ વસ્તુ ઠેકાણે નથી આ ઘરમાં." કમલેશ ગુસ્સામાં લાલપીળો થતાં જોરથી કહેવા લાગ્યો.

કીર્તિ ઉતાવળી રસોડામાંથી બેડરૂમ તરફ આવી અને કમલેશે થોડીવાર પહેલા જ વિખેરેલા કબાટની અંદરથી એક સેકન્ડમાંજ સફેદ કલરનો ઝભ્ભો કાઢીને કમલેશના હાથમાં મુક્યો."

"તને ખબર નથી પડતી મારે જવાનું મોડું થાય છે તો બધું મારા માટે તૈયાર રાખીએ !! તમને સ્ત્રીઓને તો સમયની કોઈ કિંમત જ નથી હોતી. બસ ટાઈમ પાસ કરતાં જ આવડે છે."

કીર્તિને સ્ત્રી ઉપર મહેણાં ટોણા મારતો કમલેશ તૈયાર થઈ મહિલા કૉલેજ પહોંચ્યો. જ્યાં તેને "આધુનિક સ્ત્રી" વિષય ઉપર ભાષણ આપવાનું હતું. પોતાના ભાષણની શરૂઆત તેને કરી.. "સ્ત્રી એક શક્તિ છે, સદાય તેનું સન્માન જાળવો."

Gujarati Microfiction by Nirav Patel SHYAM : 111040038
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now