હા..... આજે કંઈક વધારે જ તારી યાદ આવે છે.
રોજ તારો મારા ઉપર ગુસ્સો કરવો અને રીસાઈ જવું ત્યારે તારુ ??? કરીને મનાવું.
મારી વાતો પર તારું હસવું અને તને હસતી જોઈને મારું ખુશ થઈ જવું અને તારી એ પાગલપન થી ભરેલ વાતો મને યાદ આવે છે.
આજે પણ ફોન ની રીંગ વાગે કે મેસેજ આવે એટલે તરત જ ચેક કરુ છું કે કદાચ તું હોઈશ પણ છેલ્લે નિરાશ થઈને બેસી જાઉં છું.
રોજ રાતના 3 વાગ્યા સુધી કરેલી વાતો યાદ આવે છે ત્યારે તો ખબર જ નહોતી પડતી સમય ક્યારે જતો રહેતો પણ હવે ખબર પડે છે કે તારા વગર મારો સમય નથી જતો...❤