મળે ન મળે
--------------
છે કેવા બે-મત જૂઓ મુજ જનાજા પર,
વાટમાં તૂટયા શ્વાસ પણ હ્રદય મરે ન મરે.
ન્હોતી બરબાદી મ્હારી છતાં લીધી અપનાવી,
રખે ને કોઈ આપને કારણ ગણે ન ગણે.
ચીંધાઈ ઘણી આંગળીઓ જતાં સુરાલયમાં,
હવે જોતા મેખાંનામાં અમને એ ગ્લાસ ને વળે ન વળે.
જોઈ ભીંજાયો ગીરગીટ જેવી યાદો ને શરાબમાં,
તડપ ફેરબ કેરા જખ્મની દુવાઓ થી મટે ન મટે..
હેરાન છીએ જોઈ હાલ - એ- બેહાલ ખુદના,
ખુદાઈ પ્રણયની આમ કોઈ ને છળે ન છળે.
વહાવી દેજો આંખો થી મુજ અર્થી પર એકાદ ભીના અમી,
'' ભમરા '' બાદ પસ્તાયે આપને હૈયાના આંસુ મળે ન મળે.