જ્યારે એ છેલ્લી વાર મારી સમીપ આવી...
ભારે હૃદયે એની બધી વસ્તુ એકઠી કરી રહી હતી...
મારી સામે જોતી ન હોતી...
શુ કારણ હતું ખબર નહોતી...
...પણ મેં જ સામેથી પૂછી લીધું... કે,
"બધું લઈ લીધું ? કાંઈ રહી નથી ગયું ને...???"
એ એક શબ્દ પણ ન બોલી, ફક્ત મારી સામે જોયું... અને,
રડી પડી જોધાર આંસુએ...
જાણે કહી રહી હતી કે...
"તમે રહી ગયા, મારું દિલ રહી ગયું, મારો આત્મા રહી ગયો..."
આંખના આંસુની ભાષામાં...
હૃદયના ધબકારની ભાષામાં...
એ મને જતાં જતાં આપતી ગઈ...
"જુદાઈમાં મહોબ્બતના પુરાવા..."
@અલ્કેશ ચાવડા 'અનુરાગ' (9638816440)