વર્ષો પછી મને મળ્યું છે મારું સરનામું.
જાણે તપ પૂર્વનુ ફળ્યું છે મારું સરનામું.
શોધતો હતો હું વર્ષોથી અવિરત કેવો!
રખેને મધથીય એ ગળ્યું છે મારું સરનામું.
મળી ભાળ ખુદની આજે અતીતની એવી,
મનની મૂંઝવણને કળ્યું છે મારું સરનામું.
ખોવાયેલો, ભટકેલો, થાકેલો,ચાતરેલો,
મારું લક્ષ્ય મને જડ્યું છે મારું સરનામું.
અંધ શોધ મારી ગઈ છે હવે તો અટકીને,
દિશાદર્શને રખે કૈં વળ્યું છે મારું સરનામું.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.