Gujarati Quote in Shayri by Chaitanya Joshi Deepak Porbandar

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હરિશરણ.

થાય સકળ કલેશ શમન હરિને શરણે જાતાં.
રીઝે ખુદ ગિરિવર ધરન હરિને શરણે જાતાં.

અંતરયામી દેવ મુરારિ અંતરના અભિલાષી,
સમર્પિત જેને તન મન ધન હરિને શરણે જાતાં.

ભક્તવત્સલ ભગવંત ભાવભૂખ્યા શ્રી હરિ,
દરશન કાજે ઉર લગન હરિને શરણે જાતાં.

પામી પરમ પરમેશ દિલની દુગ્ધા વામનારી,
ધરીને ભક્તિ તણાં વસન હરિને શરણે જાતાં.

ટળે લખચોરાશીને અનુકૂળ હોય અવિનાશી,
પછી શબ્દે શબ્દે નમન હરિને શરણે જાતાં.

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Shayri by Chaitanya Joshi Deepak Porbandar : 111038755
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now