ટેકનોલોજીના રમકડાં છોડીને ,
માટીની સુગંધમાં ભળીએ ..
આંગણના ખુલ્લા હ્ર્દયમાં ,
મિત્રો આપણે સૌ મળીએ ...
સૂનકાર માં ડૂબી ગઈ છે
આપણા ગામની શેરી ...
ઘરના ખૂણામાં સંતાઈ ગઈ ,
બાળ સાધુનો વેશ પહેરી ...
ભૂલે ભલે ચાલો ભટકાઈ જઈએ ,
સાચી દિશા તરફ વળીએ ...
આંગણના ખુલ્લા હ્ર્દયમાં ,
મિત્રો આપણે સૌ મળીએ ...
રમીએ ને કુદીએ ભાઈચારા સાથે ,
એકબીજા માં ઓગળીએ ...
આંગણના ખુલ્લા હ્ર્દયમાં ,
મિત્રો આપણે સૌ મળીએ ..