તું આવે તો
તું આવે તો સાત સમંદર પાર કરી લઈએ,
દર્દના દરિયે મલમની નાવ બની જઈએ;
કેટલો આઘાત છે કાલે તને એકલા છોડ્યાનો?
તું આવે જો આજે તો પશ્ચાતાપ કરી લઈએ;
તું આવે જો રાતે તો જગના બાગ ખુંદી વળીએ,
કાંટા તણા વનમાં પરોઢિયે પ્રેમના પુષ્પો ખીલવી દઈએ;
આવ, કેટલા બળે છે દિલોનું મિલન જોઈને,
તું આવે તો એમનેય પ્રેમદિવાના બનાવી લઈએ;
તું આવે તો મહોબ્બતની મંઝીલ લૂંટાવી દઈએ,
પંથ ભૂલેલ કો પ્રેમીને મંઝીલ આપી દઈએ;
તું આવે તો સિતારા ગણી લઈએ દિવસે હાથમાં લઈ,
હું પ્રેમપતંગુ, તું પ્રેમની પાંખ બની જઈએ;
તું આવે તો માણસાઈના દીપ જલાવી દઈએ,
હું દિવેલ, તું પ્રેમળ જ્યોતિ બની જઈએ.
અશ્ક રેશમિયા..