શબ્દોનો સાથ લખું ના લખું.
તમારો સંગાથ લખું ના લખું.
છે સમયની બલિહારી બધી,
એ જ સૌનો નાથ લખું ના લખું.
મળ્યા મિત્રો તમારા જેવા સૌ,
કસોટીમાં ભીડે બાથ લખું ના લખું.
સફળતા શું મારી કે સહિયારી,
પ્રત્યેકમાં એનો હાથ લખું ના લખું.
નથી રક્તસંબંધ લાગે આપ્તજન,
શુ લીલા દિનાનાથ લખું ના લખું.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.