વિખવાદ-સભર જીવન માં શું છે મજા ,
ચાલ ને જૂની તકરાર ભૂલી જઈએ !
રોજ લડી ને શું જીવ બાળવો
ચાલ ને પ્રેમની જ્યોત જલાવીએ !
સમજીએ કયારેક આંખો ના ઈશારા
ચાલ ને વિવાદો નો ધ્વંસ કરીએ !
થોડુંક તું ચાલ, થોડોક હું આગળ આવું,
ચાલ ને નવી મંજિલ સર કરીએ !
કંઇક તું છોડ, ને કંઇક હું છોડું,
ચાલ ને , "હું" છોડી ને પાછા "આપણે " બનીએ !