સંગાથ...
ના ચાહ કદી સંગાથની,
ના ચિંતા કોઈ વાત ની,
મંદ પડે પહેલા મશાલની,
જ્વાળા બની પ્રખરતો જા.
લડતો જા ને ઝુમતો જા,
તકલીફો ને ચીરતો જા.
પાછળ કોઈ અવકાશ નથી,
બની દરિયો ઘૂઘવતો જા.
હમસફર અહી બે ઘડીના,
સદા માટે કોઈ સાથ નહિ.
સત્ય ને આ વહેલું જાણી,
વાત મનમાં ઠસાવતો જા.
મંજિલ ભલે દૂર લાગે,
નદી માફક વહેતો જા.
મળે જીવ જે રાહમાં,
તરસ એમની ઠારતો જા.
પ્રેમ ભરી દ્રષ્ટિ નયને રાખી,
અભિમાનને ઓગાળતો જા.
નિર્બળ ની હિંમત બનતો,
કરુણાનો પાઠ શીખવતો જા.
આપે દુનિયા ઉદાહરણ તારું,
કામ એવું કોઈ કરતો જા !
મર્યા બાદ પણ સૌના હ્રદયમાં,
યાદ બની ધડકતો જા !
ના ચાહ કદી સંગાથની,
ના ચિંતા કોઈ વાત ની,
મંદ પડે પહેલા મશાલની,
જ્વાળા બની પ્રખરતો જા.
મિલન લાડ. વલસાડ - સુરત.