પ્રત્યેકમાં પ્રાણ પૂરે છે શ્વાસ.
દરેકના અંગાર હરે છે શ્વાસ.
સગાઇ બધી એની હાજરીથી,
ગેરહાજરી ના મળે છે શ્વાસ.
પાંચ ફૂટના દેહની કોઈ કીમત?
ઓળખાણ જ્યાં ભરે છે શ્વાસ.
હંસોથી સોહમ સુધીની યાત્રા,
ગયેલા ક્યાં પાછા વળે છે શ્વાસ?
શ્વાસ સરગમે સ્મરણ શક્ય ,
પરમપદને એ પામે છે શ્વાસ.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.