ડગલે ને પગલે કાંટા ઓ મળશે,
ઘણા સંબંધ ના નિસાસાઓ મળશે.
ચાલી શકીશ કેમ તું મારી સાથે કે,
નત નવી રાહ માં પાસાઓ મળશે.
કહેવાય છે ઇશ્ક માં એકાંત જોઈએ,
જ્યાં જશું ત્યાં શોર શરાબાઓ મળશે.
હસી ખુશી જિંદગી વિતાવી મુશ્કિલ,
વાતે વાતે અશ્રુની ધારાઓ મળશે.
હા દે મને તું વચન ડરિશ નહીં ક્યારેય,
રાખશું મન મક્કમ નવી આશાઓ મળશે.
હા જીવનમાં ઝેરના ભળેતો શું કામનું,
ચાલ બે ઘૂંટ મારીએ,પતાશાઓ મળશે.
Dp,'પ્રતીક'