આજે કાપો તો લોહીના નિકળે એવી હાલત થઈ છે.. જે પરીક્ષા માટે રાત દિવસ એક કર્યા.... બધુ મૂકી દીધુ ફોન... ઘરની બહાર જવુ.... ઘણીવાર જમવાનું પણ વાચવામાં રહી જતું.... પરીક્ષા આપી... આન્સર કી આવી ...ફાઈનલ પાસપન થઈ હું હવે રાહ જોતી તી રીઝલ્ટની.... મારા જેવા ઘણા ભાઈઓ બહેનો હશે જે પ્રાઈવેટ જોબ છોડી પગાર ખોઈ ઘરે મહેનત કરતા હશે.... પણ.... એક માણસના સ્વાર્થ બધાના સ્વપ્ના પર મસ્ત પાણી ફેરવ્યુ હજારો લોકોની જીંદગી જોડે રમ્યો ફક્ત 45 કે 43 લોકો ને પેપર વેંચ્યું.... હવે પાસ થયા એમનું શું...? આ લોકોના લીધે હવે ફરી પરીક્ષા લેવાશે.... બાળક રડતા મુકી કેટલાનાય કડવા વાક્યો ... અને ઘણુ સહન કરી ... સ્ત્રીવર્ગ મેહનત કરે છે.... એ બધુ ફરી..???એક માણસ ના લીધે... આવું બધી જ પરીક્ષામાં થાય છે... પેપર ફૂટે અને પેપરના દિવસે ફૂલ ચેકીન્ગ હોઈ..... મને એ વિચાર આવે છે કે ... આટલુ કડક વાતાવરણ પહેલે થી જ રાખતા હોય...તો... કેમકે ઘણાની જીંદગી કોઈના લીધે બદલાઈ જાય છે.... બધાની તકલીફો આપડે સમજી નથી શકતા... પણ જેને નોકરીની સાચે જરુર છે... મહેનત કરી કેટલી આશાએ એ પાસ થાય... અંતે કૌભાડ નીકળે.... પ્રાઈવેટમાં 7 હજાર પગારમાં ભાઈઓ કેવી રીતે પોતાના પરિવારને સારી લાઈફ આપે ?? ભણવામાં જેટલો ખર્ચ થાય એટલુ વ્યાજ પણ કદાચ પ્રાઈવેટમાં નઈ મળતુ હોઈ એટલે આશા સરકારી નોકરીની રાખે... અંતે ...મારે કહેવાની જરૂર નથી તમે સમજી જ ગયા હશો....??આ આપડો દેશ ક્યા જાય છે એ જ નથી ખબર... શું આપણે કૌભાડ રોગ મટાડી ના શકીએ..??