#માઁ_સ્ત્રી .
આવતી કાલ આસો નોરતા ની રાત શરૂ થાય છે. કોના નામે માઁ ના નામે,મા એટલે સ્ત્રી ખરું ને??
અંબે માઁ, પાર્વતી માઁ, નવ દુર્ગા,જેને આપણે ક્યારેય જોયા જ નથી,છતાં આપણે દર વર્ષે એની પૂજા કરીયે છીયે,ખરું ને???
હા હો,ઈશ્વર્ય શક્તિ ના ભગતો તો, ભારત માં જ જોવા મળે છે,જે એક અજાણ સ્ત્રી ને એક મૂર્તિ ને,સોના માં મઢેલી સ્ત્રી ને પુરા ભાવ થી,પૂજે છે,નવ દિવસ નકોડા કરે છે,ધૂપ દિવા અર્પણ કરે છે.
એક સ્ત્રી નું માન આટલું બધું રાખે છે,મારા ભારતીયો,અને એ પણ એક મૂર્તિ નું.મને ગર્વ છે કે મારા ભારતીયો એક સ્ત્રી નું સમ્માન કરે છે.
પણ જો એ જ સ્ત્રી જીવતી જાગતી સન્મુખ આવી ને ઉભી રહે,અને કહે કે હું દેવી છું,જગદંબા છું,પાર્વતી છું. તો મારા ભારતીયો,એના ચરણ માં નહીં પડે,સીધી એને ઉઠાવી ને,કોઈ ખાલી ઓરડા માં ,ખેત્તર માં,ઘના જંગલ માં લઇ જશે,અને એની સાથે,રમત રમશે.
કેમ ખબર છે,?? કેમ કે એ હરતી ફરતી સ્ત્રી છે,અને અહીં જીવિત સ્ત્રી નું ખાલી શોષણ જ થાય,પૂજા પાઠ નો થાય,આ ભારત છે. કઈ મૂર્ખ થોડી છે,કે પૂજા પાઠ માં સમય ખરાબ કરે,એની સાથે જલસા ના કરે.
એક સ્ત્રી સાથે રમત રમવા વાળા કરતા,એને જોઈ ને સહન કરનારા,સહુ થી મોટા કાયર કહેવાય.
વિશ્વ નું સહુથી મોટું અને મજબૂત, ભારત નું ન્યાય તંત્ર છે,એવું કહેવાય છે.પણ જો એની અંદર જાંખી ને જોઈએ ને,તો સૌ ખોખલું દેખાશે,કારણ કે મારા દેશ ના મહાનુભાવ,તેને બ્રેડ સમજી ને ખાય ગયા છે.
આટ આટલી કલમ,આટ આટલું નિરીક્ષણ,આટલી બધી પોલીસ,હોવા થી પણ જો,ગુન્હા અને ગુન્હેગાર ઓછા,ન થાય તો, આ દેશ માં રહેવું જ બેકાર છે.
હવે મને પણ કહેતા શરમ આવે કે હું ભારતિય છું.
સુધરો સુધરો,કેટલું ખાસો.દેશ મારો,તડપી તડપી મરી રહ્યો છે.
?????????
Dp,'પ્રતીક'