ઓઈ સાંભળતો,વાત એક કહેવી છે ખાનગી,
બની છે આજ પ્રેમ ની મસ્ત મીઠી વાનગી.
ભર્યા શબ્દો ના મસાલા એમાં લાગણી ભભરાવી,
તરતી હૈયા ભેર એમાં ઉમેરી ચાસણી.
હતી વર્ષો ની ભૂખ હૃદય ની માલીપા,
આજે મન ભરી મજા લીધી છે સ્વાદની.
ખરો તારા ઇશ્કનો સ્વાદ લુભામણો,
વારે વારે માંગુ તારા,સ્પર્શની પરવાંગી.
લે તું પણ ચાખીલે હોઠો થી હોઠો નો રસ,
ના મળે ફરી મોકો આજ છે ઋત લાભની.
દુઃખ દર્દ ની પીડાના બૌ સહ્યા બખેડા
આજ મળ્યો છે લાવો કર 'પ્રતીક'તું માંગણી.
Dp,'પ્રતીક'