વહાણ સમદર પાર ઊતરી જાય છે વિશ્વાસે.
ખુદ હરિ પણ બંદાને મળી જાય છે વિશ્વાસે.
સંકલ્પ વિકલ્પ એ આખરે સ્વભાવ મન તણો,
ચંચળતાનાં તોફાનો શમી જાય છે વિશ્વાસે.
શંકા કુશંકાને તર્કવિતર્ક કરી મન થાય વિહ્વળ,
અડગ શ્રદ્ધાના બળે તરી જાય છે વિશ્વાસે.
સ્થિરતા અર્પી અચળતા સફળતા આપનારી,
ધીરજના સથવારે કેવું મળી જાય છે વિશ્વાસે.
ક્યારેક પરાકાષ્ઠા વિશ્વાસની છલના રુપ ધરતી,
કેટકેટલા સંબંધો સાવ નભી જાય છે વિશ્વાસે.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.