છલકે કદી જો આંખ તારી,
આંસુ મારા નયન માં ભરપૂર
મલકે કદી જો મુખડું તારું
સ્મિત મારા મુખ માં ભરપૂર
લટ ઝટકી ને પાછળ જુવે,
વાગે હૃદય માં બાણ ભરપૂર
ચાંદની નીતર્યું રૂપ તારું
મસ્તી મારી આંખ માં ભરપૂર
છેડે તું જ્યારે દિલ ના તાર
સંગીત મારા જીવન માં ભરપૂર
લંબાવ ને એક વાર હાથ
આપીશ જિંદગી ભર સાથ ભરપૂર