મળવાનું તો ગમે ઘણું ,પણ મીટર લાગે માઈલ ...
તોય જાઉં તો મોં મલકાવી મૂકે નહીં મોબાઈલ ...
પગને લાગ્યો થાક હવે ,પણ હૈયું આ જાગે છે ...
પણ યાદ કરે જો કોઈ તો બહુ સારું લાગે છે ...
રોંગ નંબર પર લાંબી વાતો કરવાનું ગમતું ...
સાવ અજાણ્યું કોઈ આ મારી એકલતાને ભરતું ...
ગમે છે બહુ જ્યારે ડોરબેલ આ ઘરનો વાગે છે ...
યાદ કરે જો કોઈ તો મનને સારું લાગે છે ...
ભૂલાઈશું તો નવું આવશે ,એનો મહિમા થાશે ...
ભૂલાઈશું તો નવો મહિમા લખાશે ,નવા ગીત કોઇ ગાશે ...
આમ તો સઘળું યે મનને મારું લાગે છે ...
પણ ,યાદ કરે જો કોઈ તો મનને સારું લાગે છે ...