Gujarati Quote in Shayri by Chaitanya Joshi Deepak Porbandar

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ના કોઈથી સમજાયો માણસ છું.
તેથી જ હું અકળાયો માણસ છું.

સ્વાર્થરત મેં જોયા મનુષ્યો બધા,
મતલબી જોઈ મૂંઝાયો માણસ છું.

કામ પડતાં મધમીઠું બોલી જાણે,
ગરજવાનથી ભરમાયો માણસ છું.

પોતાનું જ વિચારવામાં પારંગત સૌ,
સંકુચિતતાથી ગભરાયો માણસ છું.

કેટલું નભશે આવું વર્તન એમનું?
છીછરો થૈને છલકાયો માણસ છું.

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Shayri by Chaitanya Joshi Deepak Porbandar : 111037171
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now