જ્યાં સુધી તારો સંગ હશે,
ત્યાં સુધી 'ના' કોઈ ગમ હશે.
ચાલી શકે જેટલું ચાલી નાખ,
રાહ તારી, ચાલતા મારા કદમ હશે.
પીછો તો રોજ તારો કરે નજર આ,
તારી સાથે નાતો,એનો અકબંધ હશે.
જીવન અંતરંગ એમાંય પ્રીતિનો રંગ,
તારા મારા પ્રેમનો દીવડો અખંડ હશે.
આડી અવળી વાત ના ફાવે'પ્રતીક'
કહો સીધું આપણું કેવું ગઢપણ હશે?
Dp,'પ્રતીક'