સંક્ષેપ ની છત્રી લઈ બેસી ગઈ છું,
વિસ્તારનો વરસાદ વરસે શક્ય છે...
દીર્ઘદ્રષ્ટિ ની આશ લઈ બેસી ગઈ છું,
સહદેવ શો શાપ મળે શક્ય છે...
ભવિષ્ય નો વરતારો લઈ બેસી ગઈ છું,
ભૂતકાળ ની ચમક નડે શક્ય છે....
ઔચિત્યનું શ્રીફળ લઈને બેસી ગઈ છું,
અનુચિત નો કોટો નીકળે શક્ય છે...
સુંવાળપ નો આંકડો લઈને બેસી ગઈ છું,
પથ્થર નો કક્કો ઘૂંટવો પડે શક્ય છે...
શકયતાઓ નો બાગ લઈને બેસી ગઈ છું,
આકાશકુસુમવત કઈ ઘટે શક્ય છે....