કર્મના મૂળમાં દેખાય છે ઇચ્છા.
પરિણામે પૂર્ણ એ થાય છે ઇચ્છા.
મનના તરંગોથી જન્મ પામનારી,
ક્યારેક દેખાદેખીમાં હોય છે ઇચ્છા.
રહેતાં અધૂરી ઉદ્વેગને જન્માવતી,
પૂર્ણ થતાં પ્રસન્નતા પામે છે ઇચ્છા.
દ્વંદ્વ દુનિયાના ઇચ્છાઆધિન રહેતા,
અનુભવ ભૂલીને પ્રગટે છે ઇચ્છા.
દમન એનું સત્વગુણ પ્રગટાવનારું,
એકની પૂર્તિમાં બીજી જાગે છે ઇચ્છા.
ચૈતન્ય જોષી. 'દીપક ' પોરબંદર.