ક્યારેક સંપનો પર્યાય બની જાય છે સહકાર.
એકલહાથે તાળી ન પડતાં દેખાય છે સહકાર.
એના વિના નથી ઉદ્ધાર એ સૂત્ર સાવ સાચું જ,
એકતાના બળથી રખેને હરખાય છે સહકાર.
કોઈને સહાય કરવામાં દીપી ઊઠે છે જીવતર ,
ક્યારેક હાનિ કરવામાં એ વગોવાય છે સહકાર.
આઝાદી આપણી એ ફળ છે સહકાર સૌનો,
પરોપકારના પંથે ઊજળો થઈ જાય છે સહકાર.
સમાન વિચારધારાને લક્ષ્ય એ બુનિયાદ એની,
'ઝાઝા હાથ રળિયામણા ' કહેવાય છે સહકાર.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.