# મને કવિતા ના સૂઝે...
નાનું મારું મગજ ને વિચારો કરે ઝાઝા
પ્રયત્નો કરું ઘણાંય, તો ય વાક્યો ના ગોઠવાતા
મારા શબ્દો ઠેર ના ઠેર !!
મને કવિતા ના સૂઝે !
લાગ્યો છે તો થોડો, કવિતા લખવાનો ચસ્કો
પણ શબ્દો તો સ્ફુરવા જોઈએ ને , જાણે લપસતો મસ્કો
મારા મગજ માં અંધેર !!
મને કવિતા ના સૂઝે !
મગજ ના કારખાના માં હવે શબ્દો ના છપાય
હૈયા માં દઈ હાથતાળી, કાગળ પર થી પણ સરકી જાય
મને કવિતાની ના મહેર !!
મને કવિતા ના સૂઝે !
કાશ ! મારી કવિતા ની કારકિર્દી નો સૂરજ મધ્યાહ્ન એ તપે
લખવું છે ગુલઝાર જેવુું, પણ કવિતા જોડકણાં માં ખપે
છોડ ને બધું, કર ને લહેર !!
મને કવિતા ના સૂઝે !!