હું ને મારી...
સાથી એકલતા...
ક્યારેક હસવાનું મન થાય તો...
કોઈ એક જોક્સ વારેવારે વાંચી...
હસી લવ છું થોડું...
તો ક્યારેક ખુદ સાથે જ મઝાક કરી લવ છું...
ક્યારેક પ્રેમભરી વાતો કરવાનું મન થાય તો...
આયના સામે ઉભી રય જવ છું...
અને વાતો કરી લવ છું...
ક્યારેક કોઈનો સાથ ઝંખું તો...
મારી કલ્પનામય દુનિયાની સફર કરી આવું છું...
બાદમાં ખુદને સહાનુભૂતિ આપવા લાગુ છું...
ક્યારેક રડવાનું મન થાય તો...
મનભરી રડી પણ લવ છું...
બાદમાં ખુદ જ ખુદના આંસુ પોંછી પણ લવ છું...
#સાંઈ સુમિરન....