ખરો એક દોસ્ત ચિંગમ જેવો જોઈએ,
ભલે હો આકાર રીંગણ જેવો જોઈએ.
હવે એકાંત ને ભાળું તો ઝેર જેવું લાગે,
કરે દુઃખમાં સુખ ફિલ્ટર જેવો જોઈએ.
શું હશે ખામી મુજ માં હું નથી જાણતો,
હાલ જોઈ કહીદે,લીટ્રલ જેવો જોઈએ.
લોકો કહે કિસ્મત માં જે હોય એજ મળે,
અશક્ય ને શક્ય કરે ચીટર જેવો જોઈએ.
જીવન માં એના કદી કમી ન આવવા દઉં.
રાખે ભરોસો મુજપર,નીડર જેવો જોઈએ.
કહું શું વાત હવે સાચ્ચા મિત્ર ની 'પ્રતીક'
મન રાખે સ્થિર એ,ચિલ્લમ જેવો જોઈએ.
દિનેશ,પરમાર'પ્રતીક'