આંસુ નું તો એવું છે સાહેબ
કયારે વિના નિમંત્રણ એ આવી જાય કહેવાય નહીં
ઈચ્છા ઓ નું પણ એવું છે સાહેબ
એક પુરી થઈ ન થઈ કે બીજી હાજર થઈ જાય
મન નું તો એવું છે ને સાહેબ જેટલું સમજવા
જાવ એટલું વધારે ને વધારે ગુંચવણ ઉભી કરે
દિલ નું પણ એવું છે ને સાહેબ એકવાર જેના નામ નું થઈ ગયું
જિંદગી ભર એના નામે ધડકયા કરે છે
જિંદગી નું પણ એવું છે ને સાહેબ કે મનભરીને જીવ્યા છતાં
અંતિમ ઘડીએ પણ થોડી વધુ ક્ષણો જીવી લેવાની લાલચ થઈ જાય...