#કાવ્યોત્સવ
.....સંવેદનાઓ ભીની થઈ........
સંવેદનાઓ ભીની થઈ આંખથી વરસે.
તારાં અંગ અંગને મારાં હાથથી સ્પર્શે.
કરું એવો એટલો પ્રેમ કે જગ બળશે.
પાંવથી આંખ સુધી મારો સ્પર્શ તરસે.
કડવા ઘૂંટ શું હળાહળ ઝેર મન પીશે.
પામવા તને જીવ મારો જગથી લડશે.
તારાં મદહોશ હોઠને મીઠો સ્પર્શ દેશે.
'દિલ'ને સુખ એ મીઠાં હોઠથી મળશે.
દક્ષેશ ઇનામદાર.'દિલ'..