#કાવ્યોત્સવ
..........સહિયર મારું ઓશીકું.............
રૂ ભરેલું નિર્જીવમાત્ર સાધન નથી સહિયર મારું ઓશીકું.
એતો હમરાઝ અનોખું એકમાત્ર સહિયર મારું ઓશીકું.
રોજ સોનેરી સપના જોઉં માથું મૂકી એવું મારું ઓશીકું.
વિરહ પીડામાં અશ્રુઓથી ભિંજાતુ એજ મારું ઓશીકું.
રાત્રિનાં મારાં ઉજાગરાઓનુ સાથી સાક્ષી મારું ઓશીકું.
પ્રેમ આવેગમાં વહાલથી અંગે દબાતુ આ મારું ઓશીકું.
નિશ્ચિંત ને ઘેરી શાંત નીંદર આપતું વહાલું મારું ઓશીકું.
જેનો વિકલ્પ નથી એવું 'દિલ'થી સહિયર મારું ઓશીકું.
દક્ષેશ ઇનામદાર.'દિલ'..