#કાવ્યોત્સવ
.........કરી તને પ્રેમ અપાર.........
કરી તને પ્રેમ અપાર ધરતી પર સ્વર્ગ હું ઉતારી રહ્યૉ.
તારાં પ્રેમ થકી તારી સાથે સ્વર્ગીય સુખ માણી રહ્યૉ.
અપ્સરાની શું ઔકાત તારી અનુપમ સુંદરતા સામે.
ધરતી પરની મારી વહાલી અજોડ પ્રિયતમા સામે.
સુખ આનંદ તારાં પ્રેમનું હું શબ્દોમાં વર્ણવી નાં શકું.
શબ્દો વર્ણવા વિવશ બને એવો પ્રેમ હું લખી નાંશકું.
કલ્પના કરું તારી ને અંતરમન પ્રેમથી ઉભરાય મારું.
શું કરી નાખું પ્રેમમાં તને આવેશ મારો રોકી ના શકું.
હે પ્રિયે તારું પામવું જીવન મારું અમ્રુત બની રહયું.
'દિલ'માં મારાં સ્થાન તારું હવે અચળ બની રહયું.
દક્ષેશ ઈનામદાર.'દિલ'..