#કાવ્યોત્સવ
......કરમાઇ ગયેલો ચહેરો........
કરમાઇ ગયેલો ચહેરો ખીલી ઊઠે છે તારાં મેળાપથી.
ચહેરા પર ઉંમરની ઝુરીઓ છૂપાય છે તારાં મિલનથી.
તેજ ઝળકે ચહેરાનું તારાં માટેની આ પ્રેમ તપસ્યાથી.
ઝળકી ઊઠે પ્રેમઓરા એકમેકનાં પવિત્ર વિશ્વાશથી.
ઉંમરને શું સંબંધ પ્રેમનાં ઉભરતા સાગરનાં પ્રવાહથી.
સમાવી લેછે એ પ્રેમ આલિંગન કરી સરયુને વહાલથી.
પરવાન ચઢી પોકારે છે પ્રેમ અમાપ પ્રેમનાં આવેશથી.
'દિલ' ઉંમર ભૂલી જાય પ્રેમનાં અફાટ મહાસાગરથી.
દક્ષેશ ઇનામદાર.'દિલ'..