#કાવ્યોત્સવ
..........બસ તુંજ હોય ...........
આવી પવનની વ્હારે હું સ્પર્શું તને.
હર એહસાસમાં બસ તુંજ હોય..
યાદ કરી નજરોમાં હું વસાવુ તને.
હર મીઠી યાદમાં બસ તુંજ હોય..
રાતભર જાગી વિચારોમાં સેવું તને.
મારાં શમણાંઓમાં બસ તુંજ હોય.
મને આપી દીધી ભાગ્યમાં ભેટ તને.
હર રેખામાં અંકિત બસ તુંજ હોય.
ટીસ ઉઠી જો તારાં પ્રેમની ઘેરી મને.
બસ મારાં 'દિલ'માં માત્ર તુંજ હોય.
દક્ષેશ ઇનામદાર.'દિલ'..