Gujarati Quote in Shayri by Dakshesh Inamdar

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#કાવ્યોત્સવ

..........પ્રીત કરું તને દિવસ રાત ...........

પ્રીત કરી બેઠો એવી ના  સમય જોયો ના ઉંમર.
પાકી બાંધી ગાંઠ પ્રેમની છૂટે ના એ જન્મોજન્મ.

વિધાતાએ લખી એવી પાટી ના ઉકલે કોઈ શબ્દ.
ઘેરો રંગ પ્રેમનો એવો શબ્દ સમજાવે ઊંડા અર્થ.

તારાં કામણે ઘવાયો ભૂલી ગયો સહુ  શાન ભાન.
કેદ સ્વીકારી હસતાં હસતાં હું બન્યો તારો શ્યામ.

પ્રીત કરી સાવ પાગલ થયો મે સાંકળ બાંધી પાંવ.
સદાય તારાં પ્રેમ પરિઘમાં જીવ્યો ના થયો  ફરાર.

નજરોમાં બસ તું સમાઈ કેમ કરી હું ખોલું આંખ.
કેદ કરી 'દિલ'માં મારાં પ્રીત કરું તને દિવસ રાત.

દક્ષેશ ઇનામદાર.'દિલ'..

Gujarati Shayri by Dakshesh Inamdar : 111035064
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now