#કાવ્યોત્સવ
......એકાંતે હું હસી લઉં રડી લઉં......
એકાંતે હું હસી લઊઁ રડી લઊઁ વર્ણન કેવી રીતે કરું?.
કર્યો સામનો કેવી પળોનો વર્ણવા શબ્દો ક્યાં શોધું ?.
અંગત મારી એ એકાંત પળો કોઈને શું કામ હું કહું?.
ખજાનો છે તારી યાદોનો છાતીએ વળગાવી હું જીવું.
એકલતામાં છે સાથ તારો સ્મરણ કરી તારું નામ રટું.
ઈશ્વર સરખું પ્રેમ સ્વરૂપ તારું એકલતામાં હું જોઉં.
ભલેને રહી પીડા વિરહની કંઈક તો છે તારાં નામનું.
આશિષ માની માથે ચઢાવું મારું તારી સાથે જોડાવું.
દુનિયાને શું કરવાની ફરિયાદ જ્યાં કોઈ નથી મારું.
રૂપ બદલતાં સંબંધોમાં મારું 'દિલ' રહે પ્રણય ભીનું.
દક્ષેશ ઈનામદાર.'દિલ'..