#કાવ્યોત્સવ
.......પુરુવાર થશે આ પ્રેમમાં ........
સરળ મન તરલ થયું પ્રેમમાં ભાન ભૂલી મગન પ્રેમમાં.
ઓતપ્રોત થયું એવું જગ ભૂલી જાણે પ્રભુ ભક્તિમા.
છોડ્યો સંસાર વ્યવહાર મન રંગાયું બસ પ્રેમ રંગમાં.
સમજણ શિખામણ નાં ધરી કાન ધાર્યુંજ કર્યું પ્રેમમાં.
શું થશે સવારે કાલે કદી ના વિચાર્યું તરબોળ પ્રેમમાં.
પ્રેમ મળશે કે નફરત દગો કાલે ખબર નથી આ પ્રેમમાં.
હદયમાં વસાવી કર્યો પ્રેમ અંકિત કરી દીધો આ જગમાં.
'દિલ' સમર્પિત થયું સંપૂર્ણ પુરુવાર જે થશે આ પ્રેમમાં.
દક્ષેશ ઇનામદાર.'દિલ'..