#Kavyotsav
દિલ તો છે બધાની પાસે એક્દમ સરખું,
પણ,
તમારો આ મારી સાથે દિલ લગાવવાનો અંદાજ એક્દમ અલગ છે...!!!
આંખો તો છે બધાની પાસે એકદમ સરખી,
પણ,
તમારો આ તીરછી નજર થી મને નીહારવાનો અંદાજ લાજવાબ છે...!!!
શબ્દો તો હોય જ છે બધાં પાસે એક્દમ સરખા,
પણ,
તમારો આ પ્રેમથી મને બોલાવવાનો અંદાજ એક્દમ મનમોહક છે...!!!
સ્પર્શતો બધા પાસે હોય એકદમ સરખો
પણ
તમારા આ સ્પર્શમાં રહેલી હૂફ નો કમાલ જ કંઈ અનંત છે...!!!
લાગણીઓ તો છે બધાની પાસે એકદમ સરખી,
પણ,
તમારો આ મારા પર લાગણીઓ વરસાવાનો અંદાજ નિરાળો છે...!!!
જીવન તો એકસરખું છે બધાની પાસે,
પણ,
પણ આ તમારો મને સમર્પિત થઈ જીવવાનો અંદાજ અકલ્પ્ય છે...!!!
#sweetbeatfrdzzzzz