#કાવ્યોત્સ
સાવ ખાલી આંખોમાં સરનામું મળ્યું ,
જીવવા માટે મજાનું બહાનું મળ્યું ...
સ્નેહભીની આંખ ઝરણાં જેવી બની ,
એક કારણ આંખને ઝરવાનું મળ્યું...
કાયમી અને મસ્ત રહેતી નજરો હતી ,
રાહ જોઈને પરત ફરવાનું મળ્યું ...
ખુદ લુંટાવ્યુ હૈયું સામે ચાલી અમે ,
ધાડપાડું એમને કહેવાનું મળ્યું ...
સાવ ભૂલી ગયો હતો શબ્દોનો સંગાથ ,
દદૅ કહો કે કહો શોખ ,
અમને ફરી લખવાનું મળ્યું ....