#Kavyotsav
..સંબંધો..
કેવાં હતાં ને કેવાં થયા સંબંધો
નામ શું હોય ને શું બની ગયા સંબંધો
છોકરા છોકરીની દોસ્તીમાં
દુનિયાની વધી ગઈ છે અડચણો
એટલે જ દોસ્તીને બદલે બન્યા એ લફરાંના સંબંધો
દિયર ભાભીના વહાલમાં
લોકોને આવી રહ્યા છે વહેમો
એટલે જ વહાલના બદલે બન્યા એ શકના સંબંધો
અરે ભાઈ બહેનને સાથે જતા થતી મસ્તીમાં
દુનિયાને નજરમાં આવે છે પ્રશ્નો
એટલે જ આ મસ્તીના સંબંધો બન્યા છે મર્યાદાના સંબંધો
પતિ પત્નીને ક્યાંક બેઠેલા જોઈ એકાંતમાં
આવતા જતાના મનમાં આવે છે મુશ્કેલીઓ
એટલે જ હવે આ એકાંતના સંબંધો પણ બની ગયા છે માત્ર સ્મિતના સંબંધો....