જિંદગી પણ કેવી છે
એક અજબ પહેલી છે
ક્યારેક સીધી સપાટ તો
ક્યારેક ગુંચવાયેલી પહેલી છે
ક્યારેક મધ ના જેવી મીઠી તો
ક્યારેક કડવી ઝેર જેવી છે
ક્યારેક સ્નેહ નો વરસાદ વરસાવતી
તો ક્યારેક નફરત થી ભરેલી છે
જેટલો સમજવાનો પ્રયત્ન કરીએ
એટલી વધુ ને વધુ અધરી બનતી
જ્યારે નિરાશ બનીને બેસી જઈએ
ત્યારે હાથ પકડીને સાથે ચલતી
જિંદગી પણ કેવી છે
એક અજબ પહેલી છે.....