Gujarati Quote in Shayri by Navyadarsh

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#Kavyotsav
પૂર્વ સંધ્યા

જયારે જયારે હું બહાર જાઉં છું
ત્યારે ત્યારે મારા વાળને બાંધીને જાઉં છું.
મારી ઉડતી લટોને પીનો દ્વારા ચપોચપ જોડી દઉં છું.
ખુલ્લા વાળને હાથથી ઉલાળી બાંધીને
મારી જૂની પેન્સિલ ખોસી દઉં છું.
અને પછી હું બહાર નીકળું છું.
ગમે તેવો પવન હોય
તે ચપોચપ જ રહે છે
અને
મને શાંતિ ...
હા,
જ્યારે રવિવાર આવે છે
હું મને ચાહવા લાગુ છું,
મારા બાંધેલા વાળમાંની પેન્સિલ ને બાજુ પર રાખું છું,
વાળમાં ખોસેલી પીનોને એક એક કરી ને જુદી પાડું છું
મારા વાળ ધીરે ધીરે
રવિવારની પૂર્વ સંધ્યા પર આઝાદીનો શ્વાસ લે છે
અને હું પણ.
અહી હું ખુદને જોઉં છું,
દુનિયાની નજરથી દૂર
મારા પોતામાં હું ખોવાયેલી રહું છું
લહેરાતા, ઉડતા આઝાદ વાળની સાથે...
-
'નવ્યાદર્શ'

Gujarati Shayri by Navyadarsh : 111033948
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now