#Kavyotsav
સાધારણ છોકરી
હું સાવ સાધારણ છોકરી છું
આકાશ નીચે અને જમીન પર રહું છું.
મારી પાસે મારા નાના નાના સ્વપ્નાઓ છે
બસ એ કહે છે કે
મારી મોટી આંખોથી હું
નાના સ્વપ્નાઓ પણ મોટી રીતે જોઉં છું.
પણ હું છું કરું,
હું તો જેવી છું તેવી જ છું.
જ્યારે કોયલ આંગણાના ઝાડ પર બેસી બોલે છે
ત્યારે હું પણ બોલી ઉઠું છું
અને કોયલની ચાડી કરું છું.
ખેતરમાં જો કોઈ મજૂર ન આવે
તો હું ખુદ મજૂર બની કામ કરવા લાગુ છું,
પપ્પાને શું હોય ?
પણ જ્યારે તેને ઊંઘ ન આવે ત્યારે
માથું દબાવી સુવડાવી દઉં છું,
મમ્મી તો વઢ વઢ કરી આખા ગામને સંભળાવે
તોય મોડી ઉઠીને પણ ઘરનું બધું જ કામ કરી લઉં
હું તો બસ સાવ સાધારણ છોકરી છું.
પણ મને સ્વપ્નાઓ બહું મોટા આવે
ઘરનો ઉંબરો ઓળંગવાના અને આકાશમાં ઉડવાના,
પણ હું શું કરું ?
મને બાંધી લે છે, મમ્મી ને પપ્પાની આંખો,
અને કપાઈ જાય છે મારી નાજુક, નમણી પાંખો...
કારણ કે, હું સાવ સાધારણ છોકરી છું ને !
• નવ્યાદર્શ
Email : navyadarsh67@outlook.com