Gujarati Quote in Shayri by Navyadarsh

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#Kavyotsav
પીળા પ્રદેશમાં

કોઈ આશા ન રાખીશ મારી પાસે

તારું આકાશ, સિતારાઓ અને કલ્પનાઓના ઉડ્ડયનો

હવે મને લોભાવી નહી શકે હો.

તારા શબ્દો અને તારો અવાજ

આજે થાકી ગયા છે,

મારા હૃદય સુધી પહોંચવામાં.

મારી આંખો સામે આજે તું છે,

બહુ જ નજદીક, સાવ મારી પાસે

પણ, તારો એ અહેસાસ આજે બહુ દૂર છે.

આજે મારી નજર તારા પર ટકતી નથી

જો હવે,

આજે તારો પ્રેમ સાવ અજાણ્યો બની ગયો છે

એટલે

તારું પાસે હોવું, ન હોવા બરાબર રહ્યું છે.

કોઈ પીળા પ્રદેશમાં

મારા સ્વપ્નાઓ હવે લીલા થઇ ગયા છે.

તું ભુલાયો નથી ઉરપ્રદેશમાં

બસ લીલા ઘાસની જેમ સુકાયો છે.

ક્યારે વરસાદ આવશે અને ફરી ક્યારે તું

લીલા ઘાસની જેમ લહેરાતો યાદ આવશે...?

- નવ્યાદર્શ

Email : navyadarsh67@outlook.com

Gujarati Shayri by Navyadarsh : 111033936
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now