#kavyotsav
એક મોર કરે છે કળા ઢેલને માટે,
છે શહેર રાતના અજબ કોઇ સન્નાટે;
એ મોરના ટહુકા ખીલે છે ભરચોમાસે,
ને શહેર ઓઢે છે છત્રી બારેમાસે;
એ ઢેલ વનમાં સૌથી સુંદર ને અલગ છે,
એ શહેરની રોનક દિવસથી રાતે અલગ છે;
જ્યારે મોર-ઢેલની આંખે ચાતક રચાયું,
તો શહેર પોતાના રસ્તા ઓઢી સંતાયું;
હવે મોર-ઢેલના નૃત્યનો જાદુ છવાયો,
ને શહેરનો નિશ્ચિંત ચહેરો ગાઢ નિંદ્રામાં પૂરાયો;
આમ મોર-ઢેલના મિલનનું કાવ્ય રચાયું,
તો શહેર ઊંચી ઇમારતોથી ઢંકાયું!!!
---Nruti Shah...