Gujarati Quote in Whatsapp-Status by Hina Modha

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#kavyotsav ..તારાથી જ હું..ને..મારાથી જ તું..

ચલ ને કશેક ફરવા જઈએ
એકબીજાને સંગાથે હરવા જઈએ
જ્યાં તું મારો અનંત રસ્તો બની જજે મારા વ્હાલા
તો હું તારી હરેક મંજિલ પાર કરાવતી સડક
તું મારા પર કંટક કે કંકર બની ને પણ વરસતો રે જે
ને હું અવિરત તારા પર પુષ્પ બની પ્રેમ કરતી રહીશ
તું મારો દિશાસુચક બની જજે
ને હું તારી એક માત્ર મુસાફિર બની જઈશ..
તું મારુ એ ઝાકળ નું બુંદ બની ને રહેજે
તો હું તને ઝીલતું એ લીલેરું લાગણી ભર્યું ઘાસ બની જઈશ
તું મારો ઉકળતો ઉનાળો બનીને ભલે ને રહેજે
હું તારી શીતળ છાવ બનીને અચૂક તને શીત કરીશ
તું મારો એ અવિરત વરસાદ બની વરસતો રહેજે
તો હું તારી વર્ષા રૂપી મોસમ હમેશ બનીને રહીશ ને તને ભીંજવીશ
તું મારુ તેજ...તો હું તારું સુકુંન
તું મારો કિનારો તો હું તારી લહેર
તું મારો મહેરામણ તો હું તારી કષ્ટિ
તું મારુ ગુલાબ તો હું તારી રંગ ભરી રોનક
તું મારો પ્રેમ ને હું તારી પ્રીત
તું મારો વિસામો તો હું તારુ વ્હાલ ભર્યું સ્મિત
તું મારી મસ્તી તો હું તારી તારામય બનેલી હસ્તી
તું ચંદન તો હું તારી સોડમ
તું અગન તો હું તારી પ્રેમ શામક જ્વલા
તું સમીર તો હું તને બહેકાવતી હવા..
તું વહેતુ રહેતું ઝરણું.. તો હું તારી કિલાકીલાટ કરતી ધ્વનિ
તું મારુ સમજદાર ફૂલ તો હું તારી વ્હાલી નાસમજ કળી
તું મારી મીઠી શરારત તો હું તારી હસીન હરકત
તું મારી આંખ નો ઈશારો તો હું તારા દિલ નો ધબકારો
તું મારો છેલો શ્વાશ ને હું હમેંશા તારો પેલો દિવ્ય શ્વાસ..
તું મારુ ખુલી આંખે જોયેલ સ્વપ્ન ને હું તારી મીઠી નીંદર
તું મારી સોનેરી સવાર ને હું તારો પહેલો વિચાર
તું મારી ગરમ ગરમ હૂંફ આપતી ચા ને હું તારો એ અદભુત સ્વાદ
તું મને હૂંફ આપતી ગરમી તો હું તને જ્વલિત કરતી અગન
તું મારી આહલાદક સાંજ તો હું તને પૂર્ણ કરતી અલાયદી ક્ષિતિજ
તું મારો જવાબ હું તારો સવાલ
તું મારુ મર્મ હું તારું તર્ક
તું મારો અર્થ હું તારો શબ્દ
તું મારુ સંગીત હું તારો સ્વર
તું મારો આધ્યાત્મ હું તારી અર્ચના
તું મારો અતૂટ વિશ્વાસ તો હું તારી અચલ શ્રદ્ધા
તું મારુ સ્મરણ હું તારી અવિરત વહેતી યાદ
તું મારુ ખંજન હું તારું સ્મિત
તું મારી હસીન મોર્નિંગ વોલ્ક ને હું તારી રોમેન્ટિક લોન્ગ ડ્રાઈવ
તું મારી પ્રીત હું તારી પ્રેમ કરવાની રીત
તું મારી હકીકત હું તારી સત્યતા
તું પ્રેમ ને જગાડતી પ્રકૃતિ ને હું તારી સ્નેહભરી પ્રતિમા
તું મારી અવર્ણીય અસ્મિતા ને હું તારી ગર્વ ભરી ગરિમા
તું મારી કાયા ને હું તારો સ્પર્શ
તું મારો પ્રેમ હું તારો પ્રણય
તું મારો નશો ને હું તારી શરાબ
તું મારુ ટાઈટ હગ ને હું તારી લોન્ગ કિસ
તું મારો હેન્ડસમ બોય ને હું તારી બ્યુટીફૂલ ગર્લ
તું મારો પ્રણય ને હું તારો રોમાન્સ
તું મારુ સ્વર્ગ હું તને સંતોષતું સુખ
તું મારુ સૂકુન હું તારું જુનુંન
તું મારો શ્યામ ને હું તારી રાધા.....
ક્યાંક હું ને ક્યાંક તું
પણ અંતે તો તારાથી જ હું ને મારાથી જ તું...
ને આપડી આ મનગમતી પ્રીત ને પ્રેમ કરવાની અલાયદી રીત જ...

-Hina modha

Gujarati Whatsapp-Status by Hina Modha : 111033826
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now