Gujarati Quote in Shayri by Amisha Shah.

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#Kavyotsav

માડી

માડી તારા ગુણલા ગાવા શબ્દો મને ઓછા પડે,
નવા શબ્દો ગોતી લાવું કે શબ્દકોશ મને ટૂંકા પડે.

તારા વિચારે મનમાં જાગે જે ભાવ મીઠો-મીઠો,
ગદ્દ-ગદ્દ થાતું રોમ રોમ મારું ને હું હષૅઘેલો.

ક્યાં થી ફૂટી સરવાણી આવી મમતા જેનું નામ,
મને જોતા ક્યાંથી છલકે મારી માં ના થાન?

વગર કીધે સમજે બધું, મન મારું જાણે…
ક્યારેક હસાવે, ક્યારેક રડાવે, થોડાંક ટપલા મારે.

કુંભાર જેમ ઘડો ઘડે, ઘડતી મને રોજ,
એક આંખે પ્રેમ, એકમાં ગુસ્સો, મનમાં રાખે મોજ.

ટીપું ટીપું ટપકાવે,પાષાણ માં ખાડા પાડે,
મુશ્કેલી સામે કેમ ટકવું, રોજ મને શિખવાડે.

કાળા માં થી ધોળા થયા, થયા થોડા પાંખા,
તોય સરવાણી વહેતી જાય, નામ એનું માતા.

અમિષા શાહ _અમી.

Gujarati Shayri by Amisha Shah. : 111033674
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now