#kavyotsav
છોડ હવે કાલની ચિંતા,એક મુલાકાત કરી જો
તરસી રહે છે આ હોઠ, સહેજ વાત કરી જો
જે નથી થયું એનું દુઃખ શું કામ કર્યા કરે તું
તારા જીવનમાં પણ એક નવું પ્રભાત કરી જો
બેરંગ ભરેલી જિંદગી ક્યાં સુધી જીવીશું હું ને તું
એક નવા રંગથી જીવનની શરૂઆત કરી જો
પડછાયો પણ એક દિવસ સાથ છોડી દેવાનો
લાગણીઓની પણ ક્યારેક ક્યારેક ખૈરાત કરી જો
મને પણ આમ બેસી રહેવું નથી ગમતું 'નીરવ'
ક્યારેક તો તારા પ્રેમની જાહેરાત કરી જો
@નીરવ પટેલ 'શ્યામ'